ગૂગલે એક મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત કંપની મોટી સંખ્યામાં યુઝર એકાઉન્ટ બંધ કરવાની તૈયારી કરી રહી છે. વાસ્તવમાં કંપની નિષ્ક્રિય ખાતાને બંધ કરવા જઈ રહી છે. મતલબ કે જો તમે લાંબા સમયથી Google એકાઉન્ટનો ઉપયોગ કર્યો નથી, તો કંપની તમારું એકાઉન્ટ બંધ કરી દેશે. આવી સ્થિતિમાં, તમે Gmail, Docs, Drive, Meet, Calendar અને Photos જેવી Google સેવાઓનો લાભ લઈ શકશો નહીં. ગૂગલના જણાવ્યા અનુસાર, જે એકાઉન્ટ્સ બે વર્ષમાં એકવાર પણ લોગ ઈન થયા નથી તેવા એકાઉન્ટને ડિલિટ કરી દેવામાં આવશે અને આ પ્રક્રિયા ડિસેમ્બર 2023થી શરૂ થશે.
કંપનીના આ નિર્ણયથી તમારા બધા એકાઉન્ટ લોક થઈ જશે. નોંધનીય બાબત એ છે કે ગૂગલના આ નિર્ણયથી માત્ર અંગત Google એકાઉન્ટ્સ જ બંધ થશે. શાળા, સંસ્થા અને વ્યવસાયીક એકાઉન્ટ બંધ કરવામાં આવશે નહીં.
જાણો શા માટે ગૂગલે એકાઉન્ટ બંધ કરવાનો નિર્ણય લીધો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અનયુઝ એકાઉન્ટ્સ યુઝર્સની સુરક્ષા માટે ખતરો બની રહ્યા હતા. જો આ કરવામાં ન આવે, તો અનયુઝ ખાતા હેક થવાનું જોખમ વધી જાય છે. ઉપરાંત, આ ખાતાઓને બોટમાં રૂપાંતરિત કરવાનો ભય છે. જેના કારણે ગૂગલને આવો નિર્ણય લેવાની ફરજ પડી હતી. હવે સવાલ એ થાય છે કે ગૂગલ કયું એકાઉન્ટ બંધ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ બે કે તેથી વધુ વર્ષોથી બંઘ એકાઉન્ટને બંધ કરી દેશે. મતલબ કે જો તમે પણ તમારું Google એકાઉન્ટ 2 વર્ષથી વાપર્યું નથી, તો તે બંધ થઈ જશે.
ગૂગલ એકાઉન્ટ ક્યારે બંધ થશે?
1 ડિસેમ્બર 2023થી, Googleના અનયુઝ એકાઉન્ટનો ડેટા કાઢી નાખવામાં આવશે. આ નિયમ વ્યક્તિગત ખાતાઓ પર લાગુ થશે. જ્યારે કોર્પોરેટ ખાતા પહેલાની જેમ ચાલુ રહેશે. વાસ્તવમાં, ગૂગલ એકાઉન્ટની સુરક્ષાને મજબૂત કરવા માટે, તે આવા પગલાં લઈ રહ્યું છે. આવા નિષ્ક્રિય ખાતાઓમાં 2 સ્ટેપ વેરિફિકેશન કરી શકાતું નથી. વર્ષ 2021માં, ગૂગલે દરેક જીમેલ એકાઉન્ટ માટે 2 સ્ટેપ વેરિફિકેશન જરૂરી બનાવ્યું હતું.
કઈ સેવાઓને અસર થશે?
નવો નિયમ ગૂગલ ડ્રાઇવ, યુટ્યુબ, ગૂગલ પ્લે સ્ટોર, ગૂગલ સર્ચને અસર કરશે. આવી સ્થિતિમાં, જો તમે લાંબા સમય સુધી તેનો ઉપયોગ નથી કરતા, તો તમારે સમયાંતરે તમારા Google એકાઉન્ટને સક્રિય કરતા રહેવું જોઈએ.