વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગ્રીસના પ્રવાસે છે જે આવતી કાલે પૂર્ણ થાય છે.આ બે દેશોના પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્રીસથી સીધા કર્ણાટકના બેંગલુરુ જવાના છે.જ્યાં તેઓ ચંદ્રયાન-3 મહામિશનમાં સામેલ ઈસરોના વૈજ્ઞાનિકોની ટીમને મળશે અને ઐતિહાસિક સફળતા માટે વૈજ્ઞાનિકો અને અધિકારીઓને અભિનંદન આપશે.
તો ભારતીય જનતા પાર્ટી અનુસાર વડાપ્રધાન જ્યારે સ્વદેશ પહોંચશે ત્યારે તેમાના સ્વાગત માટે 6000 જેટલા કાર્યકર્તાઓ હાજર રહેશે.ઉલ્લેખનિય છે કે ચંદ્રયાન -3 ના લેન્ડર ‘વિક્રમ’ એ 23 ઓગસ્ટ 2023 ના રોજ સાંજે 6.4 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવને સ્પર્શ કર્યો.અને સમગ્ર વિશ્વમાં આવું કરનાર ભારત પ્રથમ દેશ બન્યો.આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દક્ષિણ આફ્રિકાથી ચંદ્રયાન-3ના ઓનલાઈન લેન્ડિંગના જીવંત પ્રસારણમાં જોડાયા હતા.વડાપ્રધાન મોદીએ ચંદ્રયાન-3 મિશનની પ્રશંસા કરતાં કહ્યું હતુ કે ‘ભારત હવે ચંદ્ર પર છે’. તેમણે કહ્યું,જ્યારે આપણે આવી ઐતિહાસિક ક્ષણો જોઈએ છીએ,ત્યારે અમને ખૂબ ગર્વ થાય છે. આ નવા ભારતની સવાર છે.અમે પૃથ્વી પર એક ઠરાવ કર્યો અને તેને ચંદ્ર પર સાકાર કર્યો… ભારત હવે ચંદ્ર પર છે.અમેરિકા,રશિયા અને ચીન પછી સફળતાપૂર્વક મૂન લેન્ડિંગ મિશન હાથ ધરનાર ભારત ચોથો દેશ બન્યો છે.