તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પાસે ઉભેલી ટ્રેનના ડબ્બામાં આગ લાગી હતી.મળતી માહિતી મુજબ આ આગમાં દાઝી જવાથી 9 લોકો જીવતા ભૂંજાયા છે.તો વળી 25થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે.
આ ટ્રેન લખનૌથી રામેશ્વરમ જઈ રહી હતી.આ દરમિયાન પ્રવાસી કોચમાં આગ લાગી હતી.અધિકારીઓ અનુસાર,આગની ઘટના સવારે 5.15 વાગ્યે બની હતી.ટ્રેનમાં લાગેલી આગનો વીડિયો બણ સામે આવ્યો છે.જેમા જોઈ શકાય છે કે કોચમાં ભીષણ આગ ભભૂકી રહી છે.અને લોકોની બુમો પણ સંભળાય છે.તો ફાયર વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.જોકે મળતી માહિતી મુજબ એક પ્રાઈવેટ કોચમાં ગેસ સિલિન્ડર લઈ જવામાં આવી રહ્યો હતો.નિયમ અનુસાર રેલવેમાં કોઈ પણ જ્વલનશીલ પદાર્થ લઈ જવાની મનાઈ હોય છે.