રશિયાનું લુના-25 ચંદ્ર મિશન લગભગ 1650 કરોડનું હતું. ચંદ્રયાન-3 લગભગ એક મહિના પછી લોન્ચ થયું. ભારતથી વહેલા પહોંચવા માટે શોર્ટકટ લેવા જતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લુના-25 ક્રેશ થયું. ઈસરોના ચંદ્રયાન-3ને માત્ર 615 કરોડ રૂપિયામાં તૈયાર કરવામાં આવ્યું હતું. ઓછો ખર્ચ કરવા છતા અંતે ચંદ્રયાન-3 ને અંતે સફળતા મળી.
આ પાછળનું કારણ શું હતું? જો તમે આ પ્રશ્ન ઈસરોના વડા એસ. સોમનાથ અથવા અન્ય વૈજ્ઞાનિકોને પૂછશો તો તેઓ કહેશે કે આ એક રહસ્ય છે. પરંતુ જે ત્રણ-ચાર કારણો સામે આવી રહ્યા છે તેમાં પહેલું કારણ સ્વદેશીકરણ, સાદગી અને સસ્તું માનવબળ છે. ચંદ્રયાન-3માં ઉપયોગમાં લેવાયેલ તમામ ચીજ વસ્તુઓ સ્વદેશી હતી.
રશિયાએ પોતાના રોકેટને શક્તિશાળી અને વધુ ઝડપ મેળવવા માટે એક વધારાનું બૂસ્ટર લગાવ્યું હતું. લુના-25ને સીધા જ ટ્રાન્સ-લુનર ટ્રેજેક્ટરીમાં મૂકી શકાય છે. પરંતુ ભારતના ચંદ્રયાન-3એ આવું કંઈ કર્યું નથી. તેણે લગભગ 41 દિવસ સુધી પ્રવાસ કર્યો. પૃથ્વી અને ચંદ્રની આસરપાર ચક્કર લગાવ્યા બાદ આખરે સરળતાથી ચંદ્રના સાઉથ પોલમાં લેન્ડિંગ કર્યું હતું.
ઈસરોની સાદગી જ અપાવે છે સફળતા
ઈસરોના ભૂતપૂર્વ વડા ડૉ. કે. રાધાકૃષ્ણને જણાવ્યું કે ઈસરોની પોતાની મોડ્યુલર ફિલોસોફી છે. તે જૂની ટેક્નોલોજીને અપગ્રેડ કરે છે અને તેને નવી ટેક્નોલોજીમાં પરિવર્તિત કરે છે. આવા જુગાડ આપણે ઘણી વખત કરીએ છીએ. સસ્તા મિશનનું આ બીજું કારણ છે. તમે જુઓ છો કે GSLV, LVM અને PSLV રોકેટમાં ઘણી વસ્તુઓ સામાન્ય છે.
જો ઈસરોના રોકેટની વાત કરીએ તો તે 90 ટકા સ્વદેશી છે. માત્ર અમુક ઈલેક્ટ્રોનિક સામગ્રીની આયાત કરવામાં આવે છે. ભારતમાં મોટાભાગની વસ્તુઓ જાતે જ બને છે એટલે કે આપણા જ દેશમાં તેથી જ તેની કિંમત ઘટે છે. અમે બહારની કંપનીઓ પાસેથી બહુ ઓછી ખરીદી અને વેચાણ કરીએ છીએ.
યુરોપ-અમેરિકા-રશિયા કરતાં સસ્તો મેનપાવર
ઈસરોના ભૂતપૂર્વ વડા કે. સિવને કહ્યું કે ભારતની સૌથી મોટી ઉપલબ્ધિ એ છે કે તે માનવશક્તિની બાબતમાં અમેરિકા, યુરોપ, રશિયા કરતાં સસ્તું છે આ ત્રીજું મોટું કારણ છે. અન્ય મોટા દેશોની સરખામણીએ ભારતમાં મેન પાવરની કિંમત 10 ટકા ઓછી આવે છે. એનો અર્થ એ નથી કે આપણા વૈજ્ઞાનિકો કે એન્જિનિયરો નબળા છે.તે અન્ય દેશોના વૈજ્ઞાનિકો કરતાં વધુ બુદ્ધિશાળી છે.