નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી NIAએ રાજસ્થાનના ચિત્તોડગઢ જિલ્લામાંથી વિસ્ફોટક-IED સામગ્રી જપ્ત કરવાના સંબંધમાં કિંગપિન સહિત બે વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરી.NIA અનુસાર,જેણે આરોપી મોહમ્મદ યુનુસ સાકી અને ઇમરાન ખાનને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જયપુરમાં NIAની વિશેષ અદાલતમા કેસમાં હજુ પણ આ લોકો સંડોવાયેલા છે.NIA ધરપકડ કરાયેલા લોકો વિશે વધુ માહિતી જાણવા મળશે.NIA ટીમનું માનવું છે કે ISISના સહાનુભૂતિ ધરાવતા અને ભારતમાં રહેતા સક્રિય સભ્યોની વિગતો પણ બહાર આવશે.NIAએ કહ્યું કે આ બંને સંપૂર્ણ રીતે ISISની વિચારધારા ફેલાવવામાં લાગેલા છે.આ બંને આરોપીઓ રાજસ્થાનના છે.તપાસમાં બહાર આવ્યું છે કે અન્ય વિસ્તારોમાં આતંક અને અફડાતફડી ફેલાવવાના ઈરાદાથી આઈઈડી બનાવવા સામગ્રી મંગાવવામાં આવી હતી.