આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીપ પક્ષો સક્રિય થયા છે.અને લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.
લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસે પોતાના અધ્યક્ષ બદલી ગુજરાત કોંગ્રેસની કમાન શક્તિસિંહ ગોહિલના હાથમાં સોંપી દીધી છે,ત્યારે બીજી તરફ ભાજપે પણ અત્યારથી જ રણનીતિઓ ઘડવાનું શરૂ કરી દીધું છે.લોકસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટા પણ શરૂ થઈ ગયા છે.આ વચ્ચે કોંગ્રેસ માટે મોટા ઝટકા સમાન સમાચાર સામે આવ્યા છે.ઉત્તર ગુજરાત કોગ્રેસમાં ફરી મોટું ભંગાણ થયું છે.અરવલ્લી કોંગ્રેસના350થી વધુ કાર્યકરો અને 30 સિનિયર નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.તમામ કાર્યકરો અને નેતાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની હાજરીમાં જોડવામાં આવ્યા છે.લોકસભા ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું મોટું સહકારી માળખું ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.