દેભશ ભરમાં આજે ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનુ રક્ષાબંધનનું પર્વ ઉજવાઈ રહ્યુ છે.ત્યારે આજે રાત્રે એટલે કે શ્રાવણ માસની નળિયેરી પૂર્ણિમાના રાત્રે ચંદ્રમા પણ અનોખો જ નિહાળવા મળશે.
જી હા, મિત્રો આજે રાત્રે ભાતરના આકાશમાં એક અનોખી ખગોળી ઘટના જોવા મળશે.આકાશમાં સુપર બ્લ્યૂ મૂન જોવા મળશે.એટલુ જ નહી પણ વર્ષ 2023માં અત્યાર સુધીમાં ત્રીજો સૌથી મોટો ચંદ્ર જોવા મળશે.આ ચંદ્રનો આકાર ખૂબ જ મોટો રહેશે.સુપર બ્લ્યૂ મૂન હોવા છતાં આ ચંદ્ર વાદળી નહીં હોય.30 ઓગસ્ટનાઆ અંગે વિગત જોઈએ તો આકાશમાં દેખાનાર ચંદ્ર 7 ગણો મોટો અને વધુ ચમકીલો જોવા મળશે.આ રાત્રે ચંદ્ર રોજ કરતા ધરતીની વધુ 3,57,344 કિલોમીટર નજીક રહેશે.આ ચંદ્રનો બ્લ્યૂ નહીં,પરંતુ નારંગી રંગનો જોવા મળશે.તેમ છતાં તે નામ બ્લ્યૂ મૂન તરીકે ઓળખાશે. આ મહિને બીજી પૂનમ છે,દર બેથી ત્રણ વર્ષે પૂનમ આવો નજારો જોવા મળે છે.વર્ષ 1883માં ક્રાકાટોઆના ઘાતક જ્વાલામુખી વિસ્ફોટને કારણે બ્લ્યૂ મૂન જોવા મળ્યો હતો. હવે આવી ઘટના 2026માં જોવા મળી શકે.તો 2018માં સુપર બ્લૂ મૂન દરમિયાન ચંદ્ર પૃથ્વીથી 3,57,530 કિમીના અંતરે હતો, જ્યારે 30 ઓગસ્ટે ચંદ્ર 3,57,344ના અંતરે હશે.