ગુજરાત અને તેમા પણ ખાસ કરીને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે.અવાર નવાર આ પ્રકારે ભૂકંપના હળવા આંચકા નોંધાતા આવ્યા છે.ત્યારે કચ્છમા ફરી એકવાર ભૂકંપનો હળવો આંચકો આવ્યો હતો.ગત મધ્યરાત્રીએ 2.8ની તીવ્રતા સાથે કચ્છની ધરા ધ્રુજી હતી.અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિમી દૂર નોંધાયુ છે.છાશવારે આવતા ભૂકંપના આંચકાથી લોકોના સતત ભય રહે છે.કારણ કે વર્ષ 2001માં ક્ચ્છ સહિત ગુજરાતના લોકોએ ભારે ભૂકંપનો સામનો કર્યો અને જાન-માલનું મોટુ નુકસાન પણ સહન કર્યુ છે.