ગુજરાતમાં આંતરે અને ચોથે દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે.આજે રક્ષાબંધનના દિવસે પણ પાટણ જિલ્લામાં અકસ્માતની ઘટના સામે આવી.જેમાં ત્રણ આશાસ્પદ યુવકોના કરૂણ મોત નીપજ્યા.ફુલ સ્પીડમાં આવતી કાર મીની ટ્રકની પાછળ ઘુસી જતાં કારમાં સવાર ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં.અકસ્માતને લઈને સમી પોલીસે તપાસ હાથ ધરી છે.અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા એકઠા થયા હતા.સમી પોલીસની ટીમે કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.કહી શકાય કે આજે રક્ષાંધનના દિવસે જ કોઈ બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે.