ચંદ્રયાન-3 ના સોફ્ટ લેન્ડિંગ બાદ હવે રોવર પ્રજ્ઞાન રોજ નિત નવા સંશોધન કરી રહ્યુ છે.તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરીને દર્લભ તસ્વીરો લઈ મોકલી રહ્યુ છે.તો વળી 30 ઓગસ્ટે તો ચંદ્ર પર અનેક પદાર્થો હોવાની પણ પુષ્ટિ કરતી વિગતો મોકલી અને ઈસરોએ તેને લઈ મોટો દાવો પણ કર્યો છે.
ત્યારે હવે રોવર પ્રજ્ઞાને વિક્રમ લેન્ડરની તસ્વીર મોકલી છે.પ્રજ્ઞાન રોવરે લગભગ 15 મીટરના અંતરેથી વિક્રમ લેન્ડરનો ફોટો લીધો અને ISROને મોકલ્યો અને ઈસરોએ પણ આ ફોટો શેર કર્યો છે.ત્યારે હવે રોવર પ્રજ્ઞાન કઈ નવી શોધ કરે છે તેના પર ઈસરો અને લોકો રાહ જોઈ રહ્યા છે.આ પ્રકારે ભારતનું મિશન મૂન હાસ સફળતાના શિખરે છે.જેના થકી વિશ્વને અનેક ફાયદા થવાનની શક્યતાઓ જોવાઈ રહી છે.