ઇશરોના ચંદ્રયાન-3 મિશન અંતર્ગત ચંદ્ર પર પહોંચેલા વિક્રમ લેન્ડર સતત નવી નવી શોધ કરી રહ્યું છે.ત્યારે પૃથ્વીની જેમ ચંદ્ર ઉપર પણ ભૂકંપના આચકા અનુભવાય રહ્યા હોવાનું ચંદ્રયાનના લેન્ડર વિક્રમ દ્વારા નોંધવામાં આવ્યું છે. ચંદ્ર પર પ્રાકૃતિક કંપન કે હિલચાલની પ્રવૃત્તિને લેન્ડરે રેકોર્ડ કરી આ માહિતી ઈસરો સુધી પહોંચાડી.