કેન્દ્રિય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આજે છત્તીસગઢના પ્રવાસે હતા,જ્યા રાયપુર ખાતે એક સભાને સંબોધન કરતા તેમણે છત્તીસગઢ સરકાર અને ખાસ તો મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
એટલુ જ નહી પણ અમિત શાહે છત્તીસગઢની કોંગ્રેસ સરકાર સામે ‘આરોપપત્ર’ જાહેર કર્યુ હતુ.તેમણે જણાવ્યુ કે કોરોનાના સમયગાળામાં નરેન્દ્ર મોદીજીએ 5 કિલો અનાજ મોકલવાનું શરૂ કર્યું,પછી ભૂપેશ બઘેલને આ 5 કિલો અનાજ મળ્યું અને 15 કિલોને બદલે માત્ર 10 કિલો અનાજ આપવામાં આવ્યું. ભૂપેશ બઘેલની સરકારે ગરીબોનું અનાજ છીનવી લેવાનું કામ કર્યું છે.