કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે રાજસ્થાનના ડુંગરપુરમાં તેમની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ રોડ શો યોજ્યો હતો.વિશાળ રોડ શો બાદ અમિત શાહે સભાને સંબોધન કર્યુ હતુ.
સંબોધનમાં અમિત શાહે કોંગ્રેસ પાર્ટી તેમજ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.તેમણે જણાવ્યુ કે આજથી બેનેશ્વર ધામની આ પવિત્ર ભૂમિ પર ભાજપની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’નો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ડુંગરપુરની ધરતી હંમેશા વીરોની ભૂમિ રહી છે.અહીં રાજસ્થાન અને ગુજરાતના આદિવાસી ભાઈઓએ મહારાણા પ્રતાપ સાથે વર્ષો સુધી લડાઈ કરી અને મુઘલ સૈન્યને હરાવ્યું હતુ.
અમિત શાહે વધુમાં જણાવ્યુ કે બે દિવસથી તમે સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છો.ભારતની બે મોટી પાર્ટીઓ DMK અને કોંગ્રેસ પાર્ટીના મોટા નેતાઓ કહી રહ્યા છે કે સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ.આ લોકોએ વોટ બેંક અને તુષ્ટિકરણની રાજનીતિ કરવા માટે આપણી સંસ્કૃતિનું અપમાન કર્યું છે.