ઉત્તર પ્રદેશથી એક અરેરાટી ભરી ઘટના સામે આવી છે.જેમાં બારાબંકીમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ હતી.વહેલી સવારે 3 વાગ્યે આ ઈમારત ધરાશાયી થઈ હતી.જેમાં કેટલાક લોકો દટાયા હતા.જેમા બે લોકોના મોત નિપજ્યા હતા.જોકે 12 લોકોને બચાવી બહાર કાઢવામાં આવ્યા હતા.
હજુ પણ બચાવ કામગીરી યથાવત છે. બારાબંકીના એસપી દિનેશ કુમાર સિંહે કહ્યું કે, “સવારે લગભગ 3 વાગ્યે અમને બારાબંકીમાં એક ઈમારત ધરાશાયી થવાની માહિતી મળી હતી.અત્યાર સુધીમાં 12 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.અમને માહિતી મળી છે કે 3-4 લોકો હજુ પણ નીચે ફસાયેલા છે.કાટમાળ ધરાશાયી થવાની સંભાવના છે.SDRFની ટીમ પણ સ્થળ પર છે.NDRFની ટીમ ટૂંક સમયમાં ઘટનાસ્થળે પહોંચી જશે.12 લોકોને બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમાંથી બે ના મોત થયા છે.”