ચંદ્રયાન-3ના સફળતાએ વિશ્વમાં ભારતનું નામ ગુંજતુ કર્યુ છે.એ ઘડી જે સૌ ભારતીયો માટે ગૌરવની ક્ષણ હતી જ્યારે ચંદ્રયાન-3નું લોન્ચિંગ થયુ હતુ.એ સમયે તમામની નજર સ્ક્રિન પર હતી.તો કાન કાઉન્ટડાઉનની કોમેન્ટ્રી પર કેન્દ્રિત હતા.
એ કોમેન્ટ્રિ કરનાર એ વૈજ્ઞાનિક હતા એન.વાલરમથી જેમણે કાઉન્ટ ડાઉન કરાવ્યુ હતુ.આ 64 વર્ષિય વૈજ્ઞાનિક એન.વાલરમથીનું ગત રોજ હાર્ટ એટેકથી અવસાન થયુ છે.જેને લઈ ISROના વૈજ્ઞાનિકો શોક મગ્ન બન્યા છે.
તમિલનાડુના અલિયાઉરની વતની વલારમથીએ શનિવારે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.ઈસરોના ભૂતપૂર્વ ડિરેક્ટર પી.વી.વેંકટકૃષ્ણને ટ્વિટ કરીને વલારમથીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.તેમણે લખ્યું છે કે શ્રીહરિકોટામાં ઈસરોના આગામી મિશન દરમિયાન કાઉન્ટડાઉનમાં હવે વલારમથી મેડમનો અવાજ સંભળાશે નહીં. ચંદ્રયાન-3 તેમની અંતિમ જાહેરાત હતી.
આ ખૂબ જ દુઃખદ ક્ષણ છે.
દેશવાસીઓ સોશિયલ મીડિયા પર વૈજ્ઞાનિક વલારમથીને યાદ કરી રહ્યા છે અને ઈસરોમાં તેમના યોગદાનને સલામ કરી રહ્યા છે. દરેક વ્યક્તિ તેના અવાજની પ્રશંસા કરી રહી છે.