સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને સાધુ-સંતોમાં આક્રોષ જોમા મળ્યો છે.સનાતન ધર્મના સાધુ-સંતોના વિવાદ બાદ એક નિર્ણય લેવામાં આવ્યો છે.જેમાં અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારિણીએ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દિધા છે.
ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.મહત્વનું છે કે અમદાવાદના લંબે નારાયણ આશ્રમની બેઠકમાં સાધુ-સંતોએ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવવાની માંગ કરી હતી.આ મામલે સંતોના ઠરાવ બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
નોંધનિય છે કે સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્ર મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે,વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે.ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે.સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે.સ્વામિનારાયણ ભગવાનની પણ હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે.સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે.કોઈને વ્યક્તિગત તેનાથી નાના-મોટા પ્રશ્નો હોય,તો યોગ્ય ફોરમ પર જઈને તેની ચર્ચા કરી શકે છે.કેટલાક લોકો આ સંદર્ભે કોર્ટમાં ગયા છે,તો તેઓને કોર્ટમાં યોગ્ય જવાબ આપવો પડશે.નાના-મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી.