સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિર પરિસરમાં પ્રસ્થાપિત કરાયેલ વિશાળ હનુમાન પ્રતિમાની નિચે ભીંતચિત્રોમાં હનિમાનજીને સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા ચિત્રને લઈ વિવિદ સર્જાયો છે.
આ વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો,મહંતો,ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે.જેમાં મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડે વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કરતા ભારે ખળભળાટ મચ્યો છે.સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરના વીડિયોમાં જણાવ્યુ છે કે,બે દિવસ પહેલા હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો,’જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો,સવારે સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવ્યો છે.હું ચારણ સમાજ સહિતઅન્ય સમાજને જણાવુ છું કે મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેર્યો છે.આમાં હું કંઈ જાણતો નથી,હું નિર્દોષ છું.’