સાળંગપુર ભીતચિત્ર વિવાદમાં સરકાર હવે સક્રિય થઈ છે.વિવાદ હદથી વધુ વકર્યો છે.ત્યારે હવે સરકાર તરફથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સાથે બેઠક યોજવા જઈ રહી છે.અને સરકારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને બેઠક માટે તેડુ મોકલ્યુ છે.અને ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી બેઠક કરશે.આ બેઠકમાં વડતાલ ટ્રસ્ટના સંતો તેમજ સાળંગપુરથી પણ સંતો જોડાય તેવી શક્યતા છે.રાજકોટથી પરત ફર્યા બાદ મુખ્યમંત્રી આ બેઠક કરી શકે છે,ત્યારે સાંજ સુધીમાં કોઈ મહત્વપૂર્ણ જાહેરાત થાય અને મામલો ઉકેલાય તેવી શક્યતા જોવાઈ રહી છે.મળતી માહિતી મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના પાંટ સંતો ગાંધિનગર રવાના થયા હતા.