તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ અંગે આપેલા વિવિદિત નિવેદનને લઈ દેશ ભરમાં સાધુ-સંતો અને હિન્દ સંગઠનો સહિત હિન્દુ સમાજમા ભારે રાષ ભભૂક્યો છે.
ત્યારે અયોધ્યાના સંત પરમહંસ આચાર્ય તમિલનાડુના મંત્રી ઉધયનિધિ સ્ટાલિન પર બરાબરના ભડક્યા છે.તેમણે સ્ટાલિનની ‘સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ’ તેવી ટિપ્પણી પર કહ્યું,તેનુ શિરચ્છેદ કરનારને 10 કરોડનું ઈનામ આપશે અને ” જો તેનું શિરચ્છેદ કરવા માટે 10 કરોડ રૂપિયા પૂરતા નથી,તો હું ઇનામ વધારીશ,પરંતુ ‘સનાતન ધર્મ’નું અપમાન થશે તે સહન નહીં થાય.દેશમાં જે પણ વિકાસ થયો છે તે ‘સનાતન ધર્મ’ના કારણે થયો છે.તેમણે પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ.તેમણે દેશના 100 કરોડ લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.”તેમણે કહ્યુ હતુ કે સનાતન ધર્મની ન તો શરૂઆત હોય કે ન તો અંત હોય છે.