ગુજરાતમાં સનાતની અને સ્વામિનારાય સંપ્રદાયના સંતો વચ્ચે એક મામલે ગજગ્રાહ થયો હતો.જેમાં સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાન મંદિર પરિસરમાં કેટલાક ભીંતચિત્રોને લઈ ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો અને વાદ-વિવાદ તેમજ આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે સંઘર્ષની સ્થિતિનો માહોલ સર્જાયો.જોકે સરકારની દરમિયાનગીરીથી સમગ્ર મામલો સુલટાયો અને આખરે સુખદ સમાધાન થયુ.
ગુજરાતમાં સુપ્રસિદ્ધ સાળંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પરીસરમાં સ્થાપિત વિશાળ હનુમાન પ્રતિમા નિચેના ભીંતત્રોને લઈ ભારે વિવાદ સર્જાયો હનુમાનની 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે લગાવેલા ભીંતચિત્રો વિવાદનું કારણ બન્યા.જેમાં હનુમાનજીને સ્વામિનારાયણના અવતારોની સેવા કરતા દર્શવવામા આવ્યા છે.જેને લઇને સનાતન હિન્દુ ધર્મના સાધુ-સંતોએ તેનો વિરોધ કર્યો.સાધુ-સંતોએ સ્પષ્ટ માંગ કરી કે આ વિવાદિત ભીંતચિત્રો તાત્કાલિક દૂર કરવામાં આવે.
આ વિવાદ ત્યારે સામે આવ્યો ડ્યારે ગત 20 ઓગસ્ટના રોજ જામનગરના અપ્પુરાજ રામાવતનો યુવક સાળંગપુર ગયો જ્યા તેણે 54 ફૂટ ઊંચી પ્રતિમાની નીચે બનાવેલી કલાકૃતિઓ જોઈ.જેમાં હનુમાનજી એક ઋષિ સમક્ષ પ્રણામ કરતા જોવા મળ્યા હતા.તેમનો દાવો હતો કે હનુમાનજીને સંતની સેવા કરતા એટલે કે તેમને ગુલામ તરીકે દર્શાવવામાં આવ્યા છે.સાળંગપુરથી પરત ફરતી વખતે યુવકે તસવીરો ફેસબુક પર પોસ્ટ કરી હતી.આ પછી સમગ્ર મામલાએ વેગ પકડ્યો હતો.હનુમાનજીના અપમાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.રક્ષાબંધન પહેલા આ વિવાદ મીડિયાની હેડલાઇન્સ બન્યો હતો.
સમગ્ર સંત સમાજે ભગવાનને સેવા કરતા હોવાની બાબતનો વિરોધ કર્યો છે.તેવા સમયે સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના એક નિવેદને લોકોમાં અને સંત સમાજમાં આક્રોશ વધારી દીધો છે.જેમાં એક સનાતની ભક્તે આ ભીતચિત્ર પર કુહાડીથી પ્રહાર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.જો કે વિવાદ હજુ પણ શાંત નથી પડ્યો.
શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરની વ્યવસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સમૂહ પાસે છે.આ વિવાદ પર મોરારી બાપુની પ્રતિક્રિયા આવતા જ વિવાદનો વ્યાપ વધુ વધી ગયો હતો.આ પછી અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસ સાથે શારદાપીઠના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીનું પણ નિવેદન આવ્યું.ભગવાન રામના ભક્ત હનુમાનના અપમાનની દરેકે નિંદા કરી.હનુમાન પ્રતિમા વિવાદ મામલે રાજકોટમાં વિરોધ રાજકોટમાં યુવાનોએ સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજીના પગ દબાવતા પોસ્ટર લગાવ્યા.
આ પ્રકારના ગરમ માહોલ વચ્ચે વડાપ્રધાન કાર્યાલય તરફથી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ આવ્યુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલી તાબડતોબ દિલ્હીની વાટ પકડી હતી.અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.બંનેની બેઠક ઘણો લાંબો સમય ચાલી હતી અને ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત પરત ફર્યા હતા.ત્યારે એવી ચર્ચા ચાલી કે વડાપ્રધાન મોદી અને ભૂપેન્દ્ર પટેલ વચ્ચે સાળંગપુર વિવાદ અંગે વાતચિત થઈ હોય.
દિલ્હીથી પરત ફર્યા બાદ હનુમાનજી ભીંતચિત્રો વિવાદ મુદ્દે સરકાર સક્રિય થઈ અને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને તેડું માકલી બેઠક માટે બોલાવ્યા હતા.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ બેઠક યોજી.જેમાં સ્વામિનાાયણ સંપ્રદાયના વડતાલ અને સાળંગપુરના સંતો જાડાયા હતા
આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપમાં સહત્વનુ સ્થાન ખરાવતા રામ માધવ પણ સાળંગપુર પહોંચ્યા હતા અને ત્યાંથી નિકળી ગયા હતા.તેમની આ મુલાકાતને લઈ તેમણે કશુ જણાવ્યુ ન હતુ પરંતુ આ મામલે જ તેઓ આવ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યુ હતુ.
ગુજરાતની ભૂપેન્દ્ર સરકારે વધતા જતા સંઘર્ષને ધ્યાને લઈ દરમિયાનગીરી કરી અને બેઠક દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સરકારને ખાતરી આપી હતી અને સૂર્યોદય પહેલા જ વિવાદિત ભીંતચિત્રો હટાવી દેવા ખાતરી આપી હતી.અને તે મુજબ રાતમાં જ પોલીસ બંદોબસ્ત સાથે પરિસરમાંથી વિવાદિત ભીંતચિત્રો હટાવી લેવાયા હતા.અને આ સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો હતો.