ગુજરાત સહિત દેશમા હાલ સનાતન ધર્મને લઈને ભારે વિવાદ જોવા મળી રહ્યો છે.ગુજરાતના વાત કરીએ તો સાળંગપુર ભીંતચિત્રોમાં હનુમાનજીનું આપમાન અને તેને લઈ સનાતન સંતો અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચેનો ગજગ્રાહ તેમજ ઉધયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મ અંગે વિવાદીત નિવેદન વચ્ચે જગતગુરુ શંકરાચાર્યજીનો સંદેશ આવ્યો છે.
તેમણે વર્ચ્યુઅલી માધ્યમથી ધર્મ સંદેશ આપ્યો કે”કોઈ પણ ધર્મનું અપમાન કરવાનો કોઈને પણ હક નહીં”તેમણે ઉમેર્યુ હતુ કે “સનાતન ધર્મનું પાલન કરનારાને અપમાનિત ન કરો”કારણ કેકોઈએ એ ન ભુલવુ જોઈએ તો “સનાતન ધર્મે જ તમને રોટી-કપડા-મકાન આપ્યા છે.”
દ્વારકા શારદાપીઠના જગતગુરુ શંકરાચાર્યજીએ સ્પષ્ટ આહ્વાન કર્યુ કે અંદરો-અંદર લડાઈ બંધ કરો અને વિવાદને પૂર્ણ કરવો જોઈએ.
“એક ધર્મના લોકો અંદરો-અંદર લડે તે સારી વાત નથી”તેથી તેમણે વિધર્મીઓ સામે એક થઈને લડવા કહ્યુ હતુ. સાથે જ તેમણે ધર્માંતરણ અટકાવવા તેમજ ગૌમાતા માટે એક થવા આહ્વાન કર્યુ હતુ.