બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસેના ચડોતર ગામ નજીક ગઈ કાલે લૂંટની સનસનીખેજ ઘટના બની હતી.સમગ્ર ઘટના જોઈએ તો અમદાવાદની ઋષભ જવેલર્સના ત્રણ કર્મચારીઓ પાસેથી રૂપિયા ત્રણ કરોડના સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઈ હતી.વેપારીના માણસો કારમા સોના-ચાંદીના દાગીના તેમજ હીરા લઇ ડીસાથી પાલનપુર આવી રહ્યા હતા,તે સમયે પાલનપુર તાલુકાના ચડોતર બ્રિજ નજીક કાર કેમ અથડાવી તેમ કહી વેપારીના માણસોની કાર રોકવી લૂંટારા કારમા સવાર થઈ ગયા હતા અને બાદમાં લૂંટને અંજામ આપ્યો હતો.આ મામલે પાલનપુર તાલુકા પોલીસે મોડી રાત્રે રૂ.3 કરોડની લૂંટની ફરિયાદ દાખલ કરી હતી.તો નાકાબંધી કરી લૂંટારૂઓની ઝડપીલેવા તજવિજ હાથ ધરી હતી.જોકે પાટણ LCBએ લૂંટ કરનારા 5 આરોપીઓને ડીસા-પાટણ રોડ પરથી ઝડપી પાડ્યા હતા.