‘ગોબરધન’ પ્રોજેક્ટ થકી સ્વચ્છ ઊર્જા અને પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે હરણફાળ ભરવાએશિયાની સૌથી મોટી ડેરી સંસ્થા બનાસ ડેરીએ આજે ટોક્યો,જાપાન સાથે ત્રિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કરીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું.આજે ગુજરાત વિધાનસભાના અઘ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ટોક્યો જાપાન ખાતે ભારતના રાજદુત સી.બી.જ્યોર્જની હાજરીમાં જાપાનના પ્રેસિડેન્ટ મી.ટી.સુઝુકી અને NDDBના ચેરમેન મીનેશ શાહ તેમજ બનાસ ડેરી મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામસિંહની હાજરીમાં કરાર કરવામાં આવ્યા.બનાસકાંઠાને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર તેમજ પ્રાકૃતિક જિલ્લો બનાવવા માટે આ શરૂઆત ખૂબ જ મહત્વની રહેશે. સાથે મળીને પશુના છાણમાંથી બાયોગેસ અને પ્રાકૃતિક ખાતર ઉત્પાદન કરતાં પ્લાન્ટની સ્થાપના કરશે જેમાં તકનીકી અને નાણાકીય સહાય પૂરી પાડશે.