ભારતમાં એક તરફ સનાતન ધર્મ મુદ્દે વાદ-વિવાદ ટરમ સિમાએ છે.દ્રવિડ મુનેત્ર કઝગમ એટલે DMK ના નેતા ઉધયનિધિ સ્ટાલિન અને કોંગ્રેસના પ્રિયંક ખડગે દ્વારા સનાતન ધર્મ વિશેની ટિપ્પણીઓને લઈને ભારતમાં વિવાદ વધુ વકર્યો છે.તે વચ્ચે યુનાઇટેડ સ્ટેટ્સના એક શહેરે 3જી સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે.
મેયર ક્રેગ ગ્રીનબર્ગ વતી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્સ્ટન સ્મિથ દ્વારા લુઇસવિલેમાં કેન્ટુકીના હિંદુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉજવણી દરમિયાન સત્તાવાર ઘોષણાનું વાંચન કરવામાં આવ્યુ હતુ.
યુનાઇટેડ સ્ટેટ્સમાં લુઇસવિલે,કેન્ટુકીના મેયરે 3જી સપ્ટેમ્બરને શહેરમાં સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે.મેયર ક્રેગ ગ્રીનબર્ગ વતી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્સ્ટન સ્મિથ દ્વારા લુઇસવિલેમાં કેન્ટુકીના હિંદુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉજવણી દરમિયાન સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આધ્યાત્મિક નેતા ચિદાનંદ સરસ્વતી,પરમાર્થ નિકેતન,ઋષિકેશના પ્રમુખ શ્રી શ્રી રવિશંકર અને ભગવતી સરસ્વતી તેમજ લેફ્ટનન્ટ ગવર્નર જેકલીન કોલમેન,ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ કેઇશા ડોર્સી અને અન્ય ઘણા આધ્યાત્મિક નેતાઓ અને મહાનુભાવોએ હાજરી આપી હતી.
સ્ટાલિને શનિવારે તમિલનાડુમાં એક કાર્યક્રમ દરમિયાન સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો સાથે કરી હતી.તેમની ટિપ્પણીઓ પર રાજકીય પક્ષો તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી અને ભાજપે તેમની ટિપ્પણીઓને વખોડવા કોંગ્રેસ પર દબાણ કર્યું.પ્રિયંક ખડગેએ સ્ટાલિનની ટિપ્પણીને સમર્થન આપતાં કહ્યું હતું કે,”કોઈપણ ધર્મ જે સમાનતાને પ્રોત્સાહન આપતો નથી અને તમને માનવ તરીકેની ગરિમાની ખાતરી નથી આપતો તે મારા મતે ધર્મ નથી.