આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો પ્રાગટ્ય દિવસ છે.આ દિવસને દેશ ભરમાં જન્માષ્ટમી તરીકે ઉજવે છે.સજ્જનો અને ધર્મ પર જ્યારે પણ સંકટ આવે ત્યારે ભગવાન કોઈ પણ સ્વરૂપે ધરતી પર જન્મ લઈ આસુરી શક્તિનો વિનાશ કરી ધર્મનુ રક્ષણ કરે છે.ત્યારે આજે કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષ્ણ જન્મોત્સવ-જન્માષ્ટમીના પાવન પર્વની રાજ્યના સૌ નાગરિકોને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.તેમણે કહ્યુ કે પરમ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવાતું આ પર્વ સમાજ સમસ્તમાં સમરસતા,બંધુત્વ અને આપસી પ્રેમની ભાવના સુદ્રઢ કરનારું પર્વ બની રહેશે તેવી અપેક્ષા છે.તેમણે ઉમેર્યુ કે ભક્તિ અને આસ્થાના ભાવથી સભર આ પર્વ સૌના જીવનમાં સુખ,શાંતિ અને સમૃદ્ધિનો ઉલ્લાસ લઈને આવે તેવી ભગવાનના શ્રીચરણોમાં પ્રાર્થના કરું છું.