લાંબા વિરામ બાદ આખરે ગુજરાતમાં મેઘમહેર જોવા મળી હતી.જેને લઈ લોકોએ ગરમીથી રાહત મેળવા ઠંડકનો અહેસાસ કર્યો તો ધરતીપુત્રોને વરસાદને લઈ નવી આશા બંધાણી છે.હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે મોડી સાંજે તેમજ રાત્રે વરસાદી માહોલ સર્જાયો હતો.અને રાજ્યના કેટલાક વિસ્તારમા વરસાદ થયો હતો.વરસાદના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.જે દક્ષિણ ગુજરાતમાં સવિશેષ જોવા મળ્યો હતો.જેમાં નવસારીના વાંસદામાં 4 ઈંચ વરસાદ પડ્યો તો પારડી અને ધરમપુરમાં પોણા 4 ઈંચ વરસાદ,વલસાડ શહેર અને કપરાડામાં 3 ઈંચ વરસાદ,ખેરગામ,વાપી,સુરતના માંડવીમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો.સાથે જ ડાંગના વઘઈ, તાપીના વાલોડમાં અઢી ઈંચ વરસાદ10 તાલુકામાં બે ઈંચ વરસાદ પડ્યો,તો 10 તાલુકામાં એકથી દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો.