રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં અને ખાસ તો દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે.તે વચ્ચે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે.જેમા આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમા ભારે વરસાદની આગાહી કરી છે.જેમા ડાંગ,નવસારી,દમણ,તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.નોંધનિય છે,કે ગત રોજ જન્માષ્ટમીના રોજ ગુજરાતના 127 તાલુકામા વરસાદ નોંધાયો છે. જેમાં ડાંગના વઘઈમા પાંચ ઈંચ,તો ઉમરપાડામાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો.સવારથી બપોર સુધીમાં 51 તાલુકાઓમાં વરસાદ થયો તો રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન 56 તાલુકામાં બે ઈંચ જેટલો તે ક્યાંક વરસાદી ઝાપટા પડ્યા હતા.