વડા પ્રધાનના આર્થિક સલાહકાર બિબેક દેબરોયે 13 ઓગસ્ટે મિન્ટ અખબારમાં એક લેખ લખ્યો હતો કે “બંધારણ હવે જૂનું થઈ ગયું છે, તેને બદલવાનો સમય આવી ગયો છે”. તેમના નિવેદન પાછળ બંધારણને નષ્ટ કરવાનો જૂનો ઈરાદો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. તેમની બંધારણ વિરોધી વિચારધારા સામે આજે ગુજરાતના અમદાવાદ શહેરમાં દલિત સંગઠનો એકઠા થયા હતા અને બંધારણની દરેક કિંમતે રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.