સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ અને કાશ્મીરમાં સાંબામાં 90 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતુ.રાજનાથ સિંહે દેવક બ્રિજ સાઈટ પરથી અનેક BRO પ્રોજેક્ટના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યુ હતુ.
સંબોધનમાં રાજનાથ સિંહે કહ્યું,કે “તમે બધા જાણતા જ હશો કે તાજેતરમાં જ ઈસરોએ”શિવશક્તિ પોઈન્ટ” પર સફળ ઉતરાણ કર્યું હતું અને ચંદ્ર પર ભારતીય ધ્વજ રોપ્યો હતો.એક સમય એવો હતો જ્યારે ઈસરો ઉપગ્રહ પણ લોન્ચ કરી શકતું ન હતું.અમે બીજા દેશોમાં જઈને આપણા ઉપગ્રહોને અવકાશમાં લોન્ચ કરતા.
પરંતુ ધીરે ધીરે ISRO પોતાની મહેનત અને સમર્પણથી આ કામમાં એટલું નિપુણ બની ગયું કે આજે પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે.દુર્ગમ અને મુશ્કેલ ગણાતા સરહદી વિસ્તારોમાં પણ ઈન્ફ્રાનો વિકાસ કરવો એ આજે તમારા માટે ડાબા હાથની રમત બની ગઈ છે.આજે તમારી બધી મહેનતનું પરિણામ છે કે તમે આ મુશ્કેલ અને અઘરા લાગતા કામને પણ આટલું સરળ બનાવી દીધું છે.”