કેન્દ્રિય મંત્રી કિરેન રિજિજુએ 11 સપ્ટેમ્બરના રોજ જણાવ્યું હતું કે,‘ચંદ્રની સપાટી પર સફળ સ્પર્શ પછી,ભારત તેના પ્રથમ માનવ સંચાલિત ઊંડા મહાસાગર મિશન‘સમુદ્રયાન’માં 6 કિમી સમુદ્રની ઊંડાઈમાં ત્રણ માનવોને મોકલવાનું આયોજન કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,કેન્દ્રિય મંત્રી રિજિજુએ ‘મત્સ્ય 6,000’નું નિરીક્ષણ કર્યું હતું,જે એક માનવસહિત સબમર્સિબલ છે જે મિશન ‘સમુદ્રયાન’ના ભાગરૂપે મહાસાગરની ઊંડાઈનું અન્વેષણ કરશે.સબમર્સિબલને ચેન્નાઈમાં નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીમાં વિકસાવવામાં આવી રહી છે.એકવાર કાર્યરત થયા પછી,ત્રણ માનવીઓ ઊંડા સમુદ્રના સંસાધનો અને જૈવવિવિધતાના મૂલ્યાંકનનો અભ્યાસ કરવા માટે સમુદ્રની ઊંડાઈમાં જઈ શકશે.