રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં પુછાયેલ પ્રશ્નમાં જણાવ્યું છે કે,સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની 8 મહાનગરપાલિકાઓ તથા તમામ નગરપાલિકાઓમાં અત્યાર સુધી રૂ,44,785 કરોડની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવી છે.ઉપરાંત ભારત સરકારની અમૃત યોજના, સ્માર્ટ સીટી યોજના અને નાણાપંચ યોજના અંતર્ગત રૂ.18,395 કરોડની સહાય આપવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાની આંતરમાળખાકીય સુવિધાઓના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે,31 માર્ચ 2023 ની સ્થિતિએ બે વર્ષમાં સુરત મહાનગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતર માળખાકીય સુવિધાના ઘટક હેઠળ વર્ષ 20221-22 માં રૂ.545.77કરોડ અને વર્ષ 2022-23માં રૂ.579.89 કરોડ આમ કુલ રૂ.1,125.66કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
આ ગ્રાન્ટ અંતર્ગત વર્ષ 2021-22માં કુલ 112 કામો તથા વર્ષ 2023-24 માં 96 કામો મળી કુલ 208 કામો મંજૂર કરવામાં આવ્યા છે.જેમાથી 134 વિકાસલક્ષી કામો સફળતાપૂર્વક પૂર્ણ થયા છે અને અન્ય કામ પ્રગતિમાં હોવાનું કહ્યું હતું.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજયની સ્થાનિક સંસ્થાઓ સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના તા 18/7/2013ના ઠરાવની જોગવાઇ હેઠળ ચાર ઘટક હેઠળ કામો લઇ શકાય છે તેની વિસ્તૃત માહિતી મંત્રી ઋષિકેશ પટેલે ગૃહ સમક્ષ રજૂ કરી હતી.