ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અને મુખ્યમંત્રી તેમજ વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભામાં વન નેશન, વન એપ્લિકેશનનો હેતુ સાકાર કરતી નેશનલ ઇ-વિધાન એપ્લિકેશન પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ હાઉસનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.
આ પ્રોજેક્ટ અંતર્ગત વિધાનસભાના કામકાજ સંબંધી તમામ કાગળો ડિજિટલ માધ્યમમાં રજૂ થવાથી દર વર્ષે આશરે 25 ટન જેટલા કાગળનો બચાવ થશે અને પર્યાવરણનું જતન થશે. આ એપ્લિકેશન લોકપ્રતિનિધિઓને નાગરિકો સાથે એક ‘ડિજિટલ બ્રિજ’ તરીકે જોડવાનું કામ કરશે.
આ પ્રોજેક્ટ થકી ‘ડિજિટલ ગુજરાત’ના નિર્માણમાં નવું આયામ ઉમેરાયું છે. ગુજરાત વિધાનસભાની આ ડિજિટલ સફર જનકલ્યાણના કાર્યોમાં નવી ઊર્જા ભરશે તેવો મને વિશ્વાસ છે.