જમ્મુ-કાશ્મીરમાં આતંકી પ્રવૃત્તી થમવાનું નામ નથી લેતી જે સરકાર અને સેના માટે ચિંતાનો વિષય બની રહ્યો છે.સરકારના અનેક દાવાઓ વચ્ચે પણ આતંકી ષડયંત્રો યથાવત જોવા મળે છે.
અવાર નવાર સરહદ પર હુમલાઓ થાય છે.સેનાના બહાદુર જવાનો આવા ષડયંત્રનો બાહોશી પૂર્વક સામનો કરી કેટલીય વાર આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવે છે.પરંતુ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ત્રણ વર્ષનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે.અથડામણમાં ભારત માતાના સપુત કર્નલ,મેજર અને ડીએસપી શહિદ થયા છે તો વળી સેનાએ બે આતંકીઓનો ઘેરાવ કર્યો છે.આતંકી હુમલામાં ભારતીય સેનાના કર્નલ મનપ્રીત સિંહ,મેજર આશિષ અને જમ્મુ કાશ્મીર પોલીસના DSP હિમાશું ભટ્ટ પણ શહિદ થયા છે.