કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે ગુરૂવારે રાજસ્થાનમાં કોંગ્રેસની આગેવાની હેઠળની રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપની સરકાર બન્યા બાદ રાજ્ય ભ્રષ્ટાચાર મુક્ત થશે.
ભીલવાડામાં એક સભાને સંબોધતા ઠાકુરે કહ્યું,”અમે રાજસ્થાનમાં “રામ રાજ્ય” સ્થાપિત કરીશું. અમે ‘સબકા સાથ સબકા વિકાસ’માં માનીએ છીએ.રાજસ્થાનમાં સરકાર બનાવ્યા પછી, અમે રાજસ્થાનને ભ્રષ્ટાચાર,મહિલાઓ સામેના ગુના,લીકેજ અને જંગલરાજથી મુક્ત કરીશું.
અનુરાગ ઠાકુરે વધુમાં કહ્યું કે”કોંગ્રેસ સનાતન ધર્મથી શરમ અનુભવે છે,તેઓ સનાતન ધર્મને ખતમ કરવા માંગે છે.તેઓ હિન્દુઓનું અપમાન કરવા માગે છે અને તેઓ બંધારણને દબાવવા માંગે છે.કોંગ્રેસ અને તેમના સમર્થક પક્ષોના નેતાઓ દરરોજ કહેતા હોય છે કે તેઓ સનાતન ધર્મનો અંત લાવશે.હવે પત્રકારોએ બહિષ્કાર કરવાનું અને ફરિયાદો નોંધાવવાનું શરૂ કર્યું છે,પછી ભલે તે ચેન્નાઈ હોય કે બંગાળમાં,તેઓ ડરના કારણે ફરિયાદો નોંધાવી રહ્યા છે.”
તો વળી કેન્દ્ર સરકાર વિશેષ સત્રમાં ‘વન નેશન,વન ઈલેક્શન’પર બિલ લાવશે તેવી અટકળો પર કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે,”‘એક રાષ્ટ્ર,એક ચૂંટણી’ રાષ્ટ્રીય હિતમાં છે.અત્યારે ચૂંટણી યોજાશે.5 રાજ્યો અને ચૂંટણી થોડા મહિના પહેલા યોજાશે.આખું વર્ષ ચૂંટણીમાં વ્યસ્ત રહેવાને બદલે જો 5 વર્ષમાં એકવાર ચૂંટણી યોજવામાં આવે તો પૈસા,સમયની બચત થાય છે અને દેશને આગળ વધવાની તક મળે છે.
તેમણે કહ્યુ કે રાજસ્થાન અને અન્ય કોંગ્રેસ અને વિપક્ષ શાસિત રાજ્યોની સરકારોએ તેમના વેટમાં વધારો કર્યો છે,જ્યારે ભાજપ શાસિત રાજ્યોએ તેમાં ઘટાડો કર્યો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં લોકો પેટ્રોલ અને ડીઝલ ભરવા પંજાબ જાય છે અને ત્યાં લોકોએ પોતાના પંપ બંધ કરવા પડ્યા હતા.આના કારણે ઓછામાં ઓછા 300 પેટ્રોલ પંપ બંધ કરવામાં આવ્યા છે.