છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ અને સનાતન સંતો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે.જે થાળે પડવાનું નામ નથી લેતો.રાજ્ય સરકારના હસ્તક્ષેપ બાદ માંડ માંડ સાળંગપુર ભીત ચિત્રોનો વિવાદ થાળે પડ્યો છે.ત્યાબાદ ફરી એક વિવાદીત નિવેદનથી ધાર્મિક મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.જેમાં સ્વામિનારાયણના સાધુ સ્વામી બ્રહ્મસ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કર્યો હતો.તેનો પણ સાધુ સમાજ સહિત ઠેર ઠેર વિરોધ થયો અને લોકોનો રાષ ભભૂક્યો હતો.ત્યારે હવે ખોડિયાર માતાજીનું અપમાન કરનાર સ્વામિનારાયણ સાધુએ અંતે માફી માંગી હોવાનું સામે આવ્યું છે. સ્વામી બ્રહ્મ સ્વરૂપે ખોડિયાર માતાજી વિશે વાણી વિલાસ કર્યા બાદ હવે ભારે વિરોધ વચ્ચે માફી માંગી છે.તેમણે કહ્યું કે,મારો આશય કોઈની ધાર્મિક લાગણી કે માન્યતાનું ખંડન કરવાનો ન હતો.