જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીર ઝોનલ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું, “બારામુલ્લા જિલ્લાના ઉરી, હતલંગાના ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સેના, બારામુલા પોલીસ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું.
આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં ચાલી રહેલ અથડામણ શનિવારે ચોથા દિવસે પ્રવેશી,જોરદાર વિસ્ફોટો સંભળાયા.આતંકવાદીઓને શોધવા માટે ડ્રોન સર્વેલન્સનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.અનંતનાગ એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોના ચાર જવાન શહીદ થયા છે.
જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો.સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.હજુ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.
અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષા દળોનું આતંકવાદ વિરોધી અભિયાન સતત ચોથા દિવસે પણ ચાલુ છે. બેથી ત્રણ આતંકવાદીઓ જંગલોમાં છુપાયેલા છે.સુરક્ષા દળો તેમને શોધવામાં વ્યસ્ત છે.
ડ્રોન દ્વારા આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે અને તેમને તેમના છિદ્રોમાંથી બહાર કાઢવા માટે બોમ્બ ધડાકા કરવામાં આવી રહ્યા છે.તો વળી જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં આજે સવારે સુરક્ષા દળો સાથેની અથડામણ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો.સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.હજુ કેટલાક આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.