દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણીની આવકને લઈ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમા પાણીની સતત આવક વધી રહી છે.આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની જળસપાટી 35 સેમી વધી છે.તેના કારણે નર્મદા ડેમની જળસપાટી 135.42 મીટરે પહોંચી છે.ડેમમાં હલ 1,66,372 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.નોંધનિય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.તેથી સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવશે.આજે શનિવારે બપોરે નર્મદા ડેમના 10 ગેટ ખોલાશે.જે નજારો નિહાળવો પણ એક લ્હાવો છે.ત્યારે મુલાકાતીઓ પણ તેને જોવા ઉમટી પજશે.તો ડેમ ભરાતા લોકો અને સરકાર માટે રાહતના સમાચાર છે.