ખેડાના ઠાસરા ખાતે ભગવાન શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો થયાની ઘટના બની હતી.તેના ઘેરા પ્રત્યાઘાત રાજ્યભરમાં પડ્યા હતા.આ અંગેની વિગતો જોઈએ તો ખેડાના ઠાસરામાં બે કોમના લોકો સામ-સામે આવી જતા થયો પથ્થરમારો થયો હતો.
શ્રાવણ મહિનાની અમાસને લઈ ભગવાન શિવજીની સવારી નીકળી હતી.તે દરમિયાન પથ્થરમારો થયો હતો.જાણ થતા જ પોલીસ સતર્ક થઈ હતી અને ખેડા પોલીસ વડા સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો હતો.શોભાયાત્રા પર પથ્થરમારાના આ કેસમાં પોલીસે ત્રણ અલગ અલગ ફરિયાદમાં 50 વિધર્મીઓના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી જેમાં 17 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી.તેમાં 11 જેટલા વિધર્મીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.જેમા પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે તપાસ દરમિયાન મસ્જિદના ધાબા પર પથ્થર મળ્યા છે.અહીં મોટા પ્રમાણમાં પથ્થરનો જથ્થો જોવા મળ્યો જેનું પંચનામુ કરવામાં આવ્યુ હતુ.