વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગંજરીમાં 451 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે.આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર,રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર,કપિલ દેવ સહિત અન્ય ખેલાડીઓ હાજર રહેશે.ગંજરીમાં બનવા જઈ રહેલું આ સ્ટેડિયમ ઘણું અનોખું હશે.કારણ કે સ્ટેડિયમ ભગવાન શિવ સાથે સંબંધિત વસ્તુઓની થીમ પર બનાવવામાં આવી રહ્યું છે.
PM નરેન્દ્ર મોદી આજે 23 સપ્ટેમ્બરે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચી રહ્યા છે.આ તેમની 42મી મુલાકાત છે.એક દિવસીય મુલાકાત દરમિયાન તેઓ અહીં લગભગ 6 કલાક વિતાવશે.વડાપ્રધાન મોદી પૂર્વાંચલના પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે,જે ભગવાન શિવની થીમ પર બનવા જઈ રહ્યું છે.આ સાથે વડાપ્રધાન પૂર્વાંચલને 1651 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સની પણ ભેટ આપશે.
વડાપ્રધાન મોદી 23 સપ્ટેમ્બર શનિવારના રોજ શનિવારે બપોરે 112:00 વાગ્યે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે.અહીંથી હેલિકોપ્ટર થકી રાજાતલબ પાસે સેવાપુરી વિધાનસભાના ગંજરી ગામ પહોંચશે.આ સાથે જ પીએમ મોદી ગંજરીમાં જ એક વિશાળ જનસભાને પણ સંબોધિત કરશે.
પીએમ ગંજરીમાં 451 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે.ગંજરીમાં બનવા જઈ રહેલું આ સ્ટેડિયમ પોતાનામાં ઘણું અનોખું હશે.કારણ કે સ્ટેડિયમ ભગવાન શિવ સાથે સંબંધિત વસ્તુઓની થીમ પર બનાવવામાં આવી રહ્યું છે.સ્ટેડિયમની બહાર વિશાળ ત્રિશૂળ બનાવવામાં આવી રહ્યું છે,જેના પર ફ્લડ લાઇટ લગાવવામાં આવશે.સ્ટેડિયમની મુખ્ય ઇમારત ભગવાન શિવના ડમરૂની જેમ બનાવવામાં આવી રહી છે.સાથે જ સ્ટેડિયમની એન્ટ્રી બેલપત્રની જેમ કરવામાં આવી રહી છે.