નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલ 18 લાખ ક્યુસેક પાણીને કારણે નર્મદા, ભરૂચ, અંકલેશ્વર સહિતના કાંઠા વિસ્તારમાં માનવસર્જીત હોનારતમાં ખેડુતો-નાગરિકોને થયેલા નુકશાન અંગે મહામહિમ રાજ્યપાલશ્રી ને આવેદન આપવામાં આવ્યું. માનવસર્જિત હોનારતની તપાસ માટે સુપ્રીમ કે હાઇકોર્ટના ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ રચના કરવામા આવે તેમજ પીડિત લોકો ન્યાય અને નુકશાન નું આંકલન કરી તત્કાળ સહાય ચુકવવામાં આવે