સમગ્ર દેશમાં 1લી ઓક્ટોબરે સવારના 10 થી 11 એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે.ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે,1 ઓક્ટોબરના રોજ સવારે 10 વાગ્યે સૌ એ સાથે મળીને સ્વચ્છતા માટે 1 કલાક શ્રમદાન કરવાનું સૂચન આપવામાં આવ્યું,રાજ્યના તમામ પ્રાથમિક શાળાઓના ડીઇઓને આદેશ આપવામાં આવ્યો,તેમજ સાથે શિક્ષકો પરિપત્રમાં વિધાર્થીઓને સફાઇનું ફરમાન કરવામાં આવ્યું.