મધ્યપ્રદેશ રાજ્યમાં મહિલાઓ માટે 35% ગવર્મેન્ટ જોબમાં રિઝર્વેશન રહેશે. 35% રિઝર્વેશનની ફોર્મ્યુલા વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં લાગુ કરવામાં આવશે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવે છે.
ચૂંટણી પહેલા શિવરાજ સરકારે કર્યો એક મોટો નિર્ણય, ગવર્મેન્ટ જોબમાં મહિલાઓને મળશે અનામત
મધ્યપ્રદેશ રાજ્યના શિવરાજ સિંહ ચૌહાણે મહિલાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. નિર્ણય પ્રમાણે જોઈએ તો MP governmentએ મહિલાઓ માટે 35% સરકારી નોકરીમાં રિઝર્વેશન આપશે. શિવરાજ સિંહ ચૌહાણે જાહેર કર્યા પછી સામાન્ય વહિવટ વિભાગે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ નિર્ણય પછી હવે મહિલાની સીધી ભરતીમાં તેને 35% અનામત મળશે.
વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં થશે લાગુ
મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં 35% રિઝર્વેશનની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. વુમનને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે આ નિર્ણયને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. શિવરાજ સિંહના આ આદેશ પછી ગવર્મેન્ટ જોબમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.
શિવરાજ સિંહે લાડલી બ્રાહ્મણ યોજના વિશે પણ વાત કરી
આ પહેલા પણ મુખ્યમંત્રી શિવરાજ સિંહ મહિલાઓ માટે અગત્યની જાહેરાત કરી દીધી છે. લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ મધ્યપ્રદેશ સરકાર મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા મોકલતી રહે છે. શિવરાજ સિંહ ચૌહાણે પહેલેથી જ કહ્યું છે કે, આ રકમ ભવિષ્યમાં વધારવામાં પણ આવશે અને તે દર મહિને 3000 રૂપિયા સુધીની હોઈ શકે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ યોજના હેઠળના નાણાં તબક્કાવાર વધારવામાં આવશે.
ચૂંટણી પહેલાનો આ અગત્યનો નિર્ણય
હકિકતમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. ચૂંટણી માટે બંને પક્ષો પોતાને મત આપે એ માટે ઘણા નિર્ણયો કરતા હોય છે. એટલે રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે તો સામા પક્ષે કોંગ્રેસે પણ તેના વચનપત્રોમાં મહિલાઓને મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
બંને પક્ષો કારણ વગર તો મહિલાઓને લઈને આટલા અવાજ ઉઠાવી રહ્યા નથી. જો આપણે આંકડાઓ પર નજર કરીએ,તો જાણવા મળશે કે રાજ્યમાં કુલ 2.6 કરોડથી વધુ મહિલા વોટર છે અને બંને પક્ષો આ વોટબેંકને જીતવા માટે સખત પ્રયત્નો કરી રહી છે.