વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરાખંડની મુલાકાતે છે.જ્યા વડાપ્રધાન મોદીએ જાણીતા પિથોરાગઢના પાર્વતી કુંડમાં પૂજા-અર્ચના કરી હતી.તો વળી તેમણે ભગવાન સદાશિવનું પ્રિય શંખનાદ કરવા સાથે ડમરૂ પણ વગાડ્યુ હતુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યા સ્થિનિય પારંપરિક પરિવેશમાં જોવા મળ્યા હતા.અને હિમ પર્વતીય વાતાવરણના આહલાદક વાતાવરણનો આનંદ લઈ હર હર મહાદેવ હરનો નાદ પણ કર્યો હતો.તેમની સાથે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સહિત સ્થાનિક નેતાઓ જોડાયા હતા અને તેમણે પણ પૂજા-અર્ચનાનો લ્હાવો લીધો હતો.