કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસનાં પ્રવાસે આવી રહ્યા છે.આ પ્રવાસ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવાર ઉપરાંત રવિવારે વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. વર્લ્ડ કપની ઉતેજનાસભર ભારત અને પાકિસ્તાન વચ્ચેની શનિવારે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે યોજાનારી એક દિવસીય ક્રિકેટ મેચને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ નિહાળશે.
નવરાત્રીનાં ઉપલક્ષ્યમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરંપરાગત રીતે પોતાના વતન માણસા ખાતે કુળદેવીનાં દર્શને જતા હોય છે અને અહીં માતાજીની આરતીમાં સહપરિવાર સામેલ થતા હોય છે. ગૃહમંત્રી રવિવારે પહેલા નોરતાએ પોતાના વતન જશે.આ પુર્વે શનિવારે અમદાવાદમાં રમાનાર ભારત-પાકિસ્તાન વચ્ચેની રસપ્રદ એક દિવસીય મેચ પણ નિહાળશે. શનિવારે બપારે 12 વાગ્યે એસજી હાઈવે પર ફન બ્લાસ્ટ ખાતે આંગણવાડીનાં બાળકોનાં મનોરંજન પ્રવાસ કાર્યક્રમમાં હાજરી આપી સ્ટેડીયમ પહોંચશે.
સાંજે 7 વાગ્યે માણસા બહુચર માતાના મંદિરે આરતી પૂજન કર્યા બાદ રાત્રે 9 વાગ્યે ઉનાવામાં મહાકાળી યુવક મંડળ આયોજીત ગરબા કાર્યક્રમમાં તથા રાત્રે 10 વાગ્યે સેકટર 11 ખાતે રામકથા ગ્રાઉન્ડ ખાતે સહાય ફાઉન્ડેશન આયોજીત ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે.