મહારાષ્ટ્રમાં છત્રપતિ સંભાજી નગર વિસ્તામાં ગત મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યે વૈજાપુર ટોલ પોસ્ટ પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી.આ ગમખ્વાર દુર્ઘટનામાં 12 લોકોના મોત થયા છે.તો 17 ઘાયલોની છત્રપતિ સંભાજી નગરમાં સારવાર ચાલી રહી છે જ્યારે 6 ઘાયલોને સારવાર માટે વૈજાપુર ગ્રામ્ય હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હોવાનું વૈજાપુર પોલીસે જણાવ્યુ છે.
મહારાષ્ટ્ર સરકારના મંત્રી અતુલ સેવે જણાવ્યું કે,”વૈજાપુર પાસે ટ્રક અને ટેમ્પો વચ્ચેની અથડામણમાં 17 લોકો ઘાયલ થયા છે.ઘાયલોની સારવાર ચાલી રહી છે.3 લોકોની હાલત ગંભીર છે,બાકીની હાલત ગંભીર છે.
“છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં થયેલા અકસ્માતમાં લોકોના મોત પર શોક વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી પ્રત્યેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.