નરેન્દ્ર મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી આપી છે.સરકારે માટે ગૈર ઉત્પાદકતાથી જોડાયેલ બોનસ એટલે કે નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ સાથે જોડાયેલ બોનસ ને મંજૂરી આપી દીધી છે.દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારની આ મોટી ભેટ છે. નાણા મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓને બોનસની આપવાની જાહેરાત કરી છે.કેન્દ્ર સરકાર હેઠળના ગ્રુપ B અને ગ્રુપ C કર્મચારીઓને નોન-ગેઝેટેડ કર્મચારીઓને પણ બોનસ મળે છે. આ ઉપરાંત કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓને પણ એડહોક બોનસનો લાભ આપવામાં આવે છે.આ બોનસમાં તમને 30 દિવસના પગારની બરાબર પૈસા મળશે.