ગુજરાતના ખેડા જિલ્લાના ઉંઢેલામાં નવરાત્રીમાં પથ્થરમારાના આરોપીઓને પોલીસ દ્વારા જાહેરમા માર મારવાના કેસમાં પોલીસે ચાર આરોપી પોલીસને 14 દિવસની જેલની સજા ફટકારી છે. કોર્ટના હુકમના તિરસ્કારના દોષિત 4 પોલીસ કર્મીઓને ગુજરાત હાઈકોર્ટે સજા ફટકારી . હાઈકોર્ટે ચારેય પોલીસ કર્મીઓને 14 દિવસની કેદની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 4 આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા હુકમ કરવામા આવ્યો છે.