યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકને ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ પર યુએન સુરક્ષા પરિષદમાં બોલતા,”આતંકવાદના તમામ કૃત્યો ગેરકાયદેસર અને ગેરવાજબી છે,પછી ભલે તે નૈરોબી હોય કે બાલી,મુંબઈ,ન્યુયોર્ક કે કિબુટ્ઝ બેરી તેઓ ગેરકાયદેસર અને ગેરવાજબી છે.
પછી ભલે તે ISIS, બોકો હરામ,લશ્કર-એ-તૈયબા અથવા હમાસ દ્વારા કરવામાં આવે.ભલે પીડિતોને તેમની આસ્થા, વંશીયતા,રાષ્ટ્રીયતા અથવા અન્ય કોઈ કારણસર નિશાન બનાવવામાં આવે,તેઓ ગેરકાનૂની અને ગેરવાજબી છે.કાઉન્સિલની જવાબદારી છે કે તે સભ્ય દેશોની નિંદા કરે જે હમાસ અથવા અન્ય કોઈપણ આતંકવાદી જૂથને શસ્ત્રો,ભંડોળ અને તાલીમ આપે છે જે આવા ભયાનક કૃત્યો કરે છે.
આપણે એ ન ભૂલીએ કે 7 ઓક્ટોબરના રોજ હમાસ દ્વારા માર્યા ગયેલા 1,400 થી વધુ લોકોમાં,યુએનના 30 થી વધુ સભ્ય દેશોના નાગરિકો હતા,પીડિતોમાં ઓછામાં ઓછા 33 યુએસ નાગરિકો હતા.પ્રમુખ તરીકે બિડેન સાથે “અમે સ્પષ્ટ કર્યું છે.આ કટોકટીની શરૂઆતથી ઇઝરાયેલ પાસે પોતાનો બચાવ કરવાનો અધિકાર છે,તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.