મહુઆ મોઇત્રા સામેના આરોપોના કેસમાં વકીલ જય અનંત દેહાદરાય અને બીજેપી નેતા નિશિકાંત દુબે લોકસભાની એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા અને તેમના નિવેદનો નોંધ્યા. જય અનંત દેહદરાયએ કહ્યું કે મને જે પણ પૂછવામાં આવ્યું એમે સમિતિ સમક્ષ સત્ય રજૂ કર્યું એ સિવાય બીજું કશું કહેવા માંગતો નથી. ત્યાં રહેલા તમામ સભ્યોએ મને કાળજીપૂર્વક પ્રશ્નો પૂછ્યા હતા. અને પછી મને પૂછ્યું એના મે જવાબ આપ્યા હતા. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો છે કે મહુઆ મોઇત્રાએ ‘સંસદમાં સવાલ પૂછવાના બદલામાં પૈસા લીધા હતા. મોઇત્રાએ એક બિઝનેસમેન પાસેથી ભેટ અને પૈસા લીધા બાદ સંસદમાં પ્રશ્નો પૂછ્યા હતા. સંસદની એથિક્સ કમિટીએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા બાદ દુબેએ કહ્યું કે તે બધા સામાન્ય પ્રશ્નો હતા. હું તે પ્રશ્નો શેર કરી શકતો નથી પરંતુ હું કહી શકું છું કે તમામ સાંસદો ચિંતિત છે.
મહુઆ મોઇત્રાના ભાજપ પર બદલાની રાજનીતિ કરવાના આરોપ અંગે કહ્યું કે તે સંસદના સન્માનનો પ્રશ્ન છે અને એથિક્સ કમિટી મારા કરતા વધુ ચિંતિત છે. નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે મોઇત્રા વિરુદ્ધ મજબૂત પુરાવા છે. અને એડવોકેટ જય દેહાદરાય દ્વારા સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કર્યા બાદ દુબેએ આ આરોપો લગાવ્યા છે. જય અનંત દેહદરાયએ પણ સીબીઆઈને એફિડેવિટના રૂપમાં ફરિયાદ આપી છે. દેહાદરાયના આરોપ પર મહુઆએ કહ્યું હતું કે અનંત દેહાદરાય એક જિલ્ટેડ ભૂતપૂર્વ છે અને તમે જોયું હશે કે ઘણી વખત આવા લોકો મહિલાઓના ચહેરા પર એસિડ પણ ફેંકે છે, ઈર્ષ્યાના કારણે તેઓએ મારા પર હુમલો કરવાનો આ નિષ્ફળ પ્રયાસ કર્યો છે, પણ હું ત્યાંથી બહાર આવીશ.