વર્લ્ડ કપ 2023 હવે ધીમે ધીમે સેમિફાઇનલ તરફ આગળ વધી રહ્યો છે. કેટલીક ટીમો સતત શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલ માટે પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે, જ્યારે કેટલીક ટીમો ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહી છે અને તેમના માટે સેમિફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ માનવામાં આવે છે. આ વખતનો વર્લ્ડ કપ ઉત્સાહથી ભરેલો રહ્યો છે, મોટી અને ચેમ્પિયન ટીમો આ વર્લ્ડ કપમાં અપસેટનો શિકાર બનતી જોવા મળી હતી. આ વખતે ચેમ્પિયન ટીમ માટે સેમીફાઈનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની ગયું છે.
4 ટીમો સેમિફાઇનલની રેસમાંથી લગભગ બહાર
વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલની રેસ હવે ખૂબ જ રોમાંચક બની ગઈ છે, લગભગ ચાર ટીમ આ સેમિફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે. જેમાં બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામેલ છે. જણાવી દઈએ કે, આ તમામ ટીમોએ 6-6 મેચ રમી છે. ઈંગ્લેન્ડે 6 મેચમાં માત્ર એક જ મેચ જીતી છે. બાંગ્લાદેશ પણ 6 મેચમાંથી માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહ્યું છે. આ સિવાય પાકિસ્તાન અને નેધરલેન્ડે 2-2 મેચ જીતી છે. જો આ ચાર ટીમો પોતપોતાની મેચો જીતી જશે તો પણ તેઓ સેમિફાઇનલની રેસમાં પહોંચી શકશે નહીં.
આ 6 ટીમો વચ્ચે સ્પર્ધા છે
બાકીની 6 ટીમો હવે સેમિફાઇનલમાં ટકરાશે. જો કે ભારત અને દક્ષિણ આફ્રિકાની ટીમો લગભગ સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય ટીમ આ વર્લ્ડ કપમાં એક પણ મેચ હારી નથી અને 12 પોઈન્ટ સાથે ટોપ પર છે.
આ સિવાય દક્ષિણ આફ્રિકા 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. હવે મોટાભાગની સ્પર્ધા ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે થશે. ટીમ ઈન્ડિયા, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા ટોપ-4માં છે. જણાવી દઈએ કે, ટોપ-4માં રહેલી ચાર ટીમો જ સેમિફાઈનલમાં પહોંચી શકશે.